લખનઉ: ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં રેલી દરમિયાન બસપા સુપ્રીમો માયાવતી અને સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ સાથે જોવા મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવે કાર્યકર્તાઓને કહ્યું, માયાવતીનું સમ્માન કરે. માયાવતીએ પણ મૈનપુરીના લોકોને મુલાયમ સિંહ યાદવને રેકોર્ડ મતોથી જીતાડવા માટેની અપીલ કરી હતી.


મુલાયમ સિંહ યાદવે કાર્યકર્તાઓને કહ્યં, માયાવતીનું હંમેશા સમ્માન કરજો. માયાવતીએ સમય જ્યારે આવ્યો છે ત્યારે અમારો સાથ આપ્યો છે. અમને ખુશી છે કે અમારા સમર્થન માટે માયવતી અહીં આવ્યા છે.


અખિલેશ યાદવે મૈનપુરી રેલીમાં કહ્યું, મૈનપુરીના લોકોએ હંમેશા પોતાના પ્રેમ અમને આપ્યો છે અને આ વખતે પણ નેતાજી મુલાયમ સિંહ યાદવને ખૂબ પ્રેમ આપજો.


અખિલેશ યાદવે કહ્યું, પ્રધાનમંત્રી મોદી કાગળમાં પછાત છે અને તમે અને અમે હકિકતમાં પછાત છીએ. તમારે નક્કી કરવાનું છે કે લોકોની ભલાઈ માટે શું યોગ્ય છે. અમે તમારા માટે દિલ્હી સુધીનું સફર એક્સપ્રેસવે બનાવી ઓછું કરી નાખ્યું છે અને હવે તમારી જવાબદારી છે કે અમારી દિલ્હી સુધીની સફર ઓછી કરાવજો.