નવી દિલ્હી: કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની શાનદાર બેટિંગના સહારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટીથી હરાવ્યું છે. આઈપીએલ 12માં સતત 6 હાર બાદ આરસીબીએ પ્રથમ વખત વિજય મેળવ્યો છે.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં4 વિકેટના નુકસાન પર 173 રન કર્યા હતા.  બેંગલોરને જીત માટે 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
બેંગલોરે 19.2 ઓવરમાં બે વિકેટે જીત હાંસલ કરી હતી. કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટીમને લીડ કરતા 53 બોલમાં 8 ચોક્કાની મદદથી 67 રન કર્યા હતા. જયારે એબી ડિવિલિયર્સે 38 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી અણનમ 59 રન કર્યા હતા. આરસીબી પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે છે.


કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રાહુલ(18) અને ગેઇલે પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતા. ગેઇલ 64 બોલમાં 99 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી ચહલે 2 વિકેટ લીધી હતી.






IPL 2019: રાજસ્થાને મુંબઈને 4 વિકેટથી આપી હાર, બટલરના 89 રન

VIDEO:  બ્રેટ લીએ બ્રાયન લારાને માર્યો બાઉન્સર, કઇંક આવો હતો નજારો