નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે મેચ જીતવા આપેલા 232 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 113 રનમાં જ ખખડી ગઈ હતી. જેના કારણે સનરાઇઝર્સનો 118 રનથી શાનદાર વિજય થયો હતો. જે આરસીબીની આઈપીએલમાં બીજા નંબરની સૌથી મોટી હાર છે. આરસીબીએ 35 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જે તેમની હાર નક્કી થઈ ગઈ હતી. કોહલી, હેટમાયર, ડીવિલિયર્સ સહિતનો આરસીબીનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી મોહમ્મબ નબીએ 11 રનમાં 4 અને સંદીપ શર્માએ 19 રનમાં 3 વિકેટ લીધી હતી.


બરિસ્ટો-વોર્નરની સદીથી SRHનો જંગી સ્કોર

IPL 2019ના 11માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 231  રન બનાવ્યા હતા. બેરિસ્ટો ( 56 બોલમાં 114 રન) અને વોર્નર ( 55 બોલમાં અણનમ 100રન)ની જોડીએ પ્રથમ વિકેટ માટે 185 રનની આઈપીએલની ઓપનિંગની સૌથી મોટી ભાગીદારી કરી હતી.  પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીર અને ક્રિસ લીનના નામે હતો. 2017માં તેમણે ગુજરાત લાયન્સ સામે રાજકોટમાં 184 રનની પાર્ટનરશિપ કરી હતી. બેરિસ્ટોએ આઇપીએલ કરિયરની પ્રથમ અને વોર્નરે ચોથી સદી ફટકારી હતી. સનરાઇઝર્સના બેટ્સમેનોએ 17 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા.


બેરિસ્ટોએ બનાવ્યો રેકોર્ડ

બેરિસ્ટોએ સદી ફટકારવાની સાથે રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે આઇપીએલ કરિયરમાં માત્ર ત્રીજી મેચમાં સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો હતો. તેણે સાયમંડના રેકોર્ડની બરાબરી કરી હતી. સાયમંડે પણ આઇપીએલ કરિયરની ત્રીજી મેચમાં જ સદી ફટકારી હતી. જ્યારે બ્રેંડન  મેક્કુલમ અને માઇકલ હસીએ આઈપીએલની પ્રથમ મેચમાં જ સદી મારી હતી.


SRH vs RCB : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડી

IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું