INDvAUS: ઉસ્માન ખ્વાજાએ હવામાં છલાંગ લગાવીને પકડ્યો કોહલીનો અદભૂત કેચ, જુઓ તસવીરો
કોહલી 16 બોલમાં 3 રન બનાવી આઉટ થતાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. સીરિઝનો નિર્ણય પ્રથમ ટેસ્ટ પર ખૂબ નિર્ભર કરે છે. કારણકે આ મુકાબલામાં જીતનારી ટીમને આગળની મેચમાં માનસિક ફાયદો મળે છે. જો ટીમ ઈન્ડિયા મોટો સ્કોર નહીં કરે તો કેપ્ટન વિરાટ કોહલીનો આ કેચ ઈન્ડિયા માટે ખતરાની ઘટંડી પણ સાબિત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલી આઉટ થયા બાદ સેલિબ્રેશન કરતાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ.
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પરેશાની મેદાન પર ઉતરતાં જ ફરી એક વખત જગજાહેર થઈ ગઈ હતી. ભારતના બંને ઓપનરો 15 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગયા બાદ કેપ્ટન કોહલી મેદાનમાં આવ્યો હતો.
ઓપનર આઉટ થયા બાદ કોહલી સેટ થઈને લાંબી ઈનિંગ રમશે તેવી દર્શકોને આશા હતી પરંતુ આમ થયું નહોતું. કોહલી 3 રન બનાવી પેટ કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. કમિન્સના બોલ પર કેપ્ટન કોહલીએ એક શોટ રમ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ તેની ડાબી બાજુ હવામાં છલાંગ લગાવીને એક હાથથી કેચ પકડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -