નવી દિલ્હીઃ આઈપીએલની 33મી મેચ આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી હતા. ચેન્નઇએ સનરાઇઝર્સને મેચ જીતવા આપેલા 133 રનના લક્ષ્યાકંને 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. સનરાઇઝર્સ તરફથી વોર્નરે 25 બોલમાં 50 તથા બરિસ્ટોએ 44 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતા. સીએસકે તરફથી ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.


ધોનીની ગેરહાજરીમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. સીએસકેના ઓપનર શેન વોટ્સન અને ફાફ ડુપ્લેસિસે 9.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ કોઇ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા. વોટસને 31 અને ડુપ્લેસિસે 31 બોલમાં 45 રન બનાવ્યા હતા. રાયડુ 21 બોલમાં 25 અને જાડેજા 20 બોલમાં 10 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સનરાઇઝર્સ તરફથી રાશિદ ખાને 17 રનમાં 2 વિકેટ લીધી હતી.


સીએસકે તરફથી આજે ધોનીને આરામ આપવામાં આવ્યો છે. ધોનીના બદલે રૈના કેપ્ટનશિપ કરી રહ્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.