પરંતુ આ બોલ નો બોલ હોવા છતાં પણ બોલ ગણાવ્યો અને બેંગલોરની ટીમ 6 રનથી હારી ગઈ હતી. અંતિમ ઓવરમાં મુંબઈનો ઝડપી બોલર લસિથ મલિંગા બોલિંગ એન્ડ પર હતી અને તેની સામે હતો બેંગલોરનો શિવમ દુબે. મલિંગાએ દુબેની તરફ બોલ ફેંક્યો અને આ દરમિયાન તેનો પગ ક્રિઝની બહાર હતો પરંતુ એમ્પાયરની નજર તેના પર પડી નહીં અને મેચ બેંગલોરના હાથમાંથી સરકી ગઈ.
જોકે એમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું હતું કે, અમે આઈપીએલ લેવલ પર ક્રિકેટ રમી રહ્યા છીએ, કોઈ ક્લબ ક્રિકેટ નથી. છેલ્લાં બોલ પર જે થયું તે ખોટું હતું. એમ્પાયર્સે પોતાની આંખો ખોલીને રાખવી જોઈએ. જો આ માર્જિનની જ રમત હોય તો મને નથી ખબર કે આવું કેમ થઈ રહ્યું છે. એમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ.