ભજ્જી બીમારીને કારણે કેટલાક મેચમાં બહાર રહ્યા બાદ મંગળવારના રોજ હૈદ્રાબાદની વિરૂદ્ધ મેચમાં વાપસી કરવા પર ખુશી વ્યકત કરી. તેમની ખુશીનું એક કારણ એ પણ હતું તેમણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરભજને ડેવિડ વાર્નર અને જાની બેયરસ્ટાની અગત્યની વિકેટ ઝડપી. આ મેચમાં ચેન્નાઇએ હૈદ્રાબાદને છ વિકેટથી હરાવ્યું.
આ મેચમાં હરભજને બે કિંમતી વિકેટ તો લીધી પરંતુ તે પોતાની ટીમની તરફથી સૌથી વધુ રન આપનાર બોલર્સ રહ્યા. તેમણે 4 ઓવરમાં સૌથી વધુ 39 રન આપ્યા. હરભજને મેચ બાદ કહ્યું રમવું હંમેશા સારું લાગે છે પરંતુ બીમાર હોવાના લીધે હું કેટલીક મેચ રમી શકયો નહીં. મારો આખો પરિવાર જ બીમાર થઇ ગયો હતો. હવે પાછા ફરતા સારું લાગી રહ્યું છે.
હરભજને ચેન્નાઇની ચેપાક સ્ટેડિયમમાં રમાયેલી આ સીઝનની તમામ મેચ જીતી છે તેના પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો. તેમણે કહ્યું કે વિરોધી ટીમો માટે ચેન્નાઇને ચેપાકમાં હરાવું સરળ નહીં હોય.