ઇયોનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા હતી. કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી પણ અંતે કેકેઆરે બાજી મારી લીધી હતી. મોર્ગને છેલ્લા કેટલાક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચાલુ વર્ષે તેની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. ઈયોન ડાબોડી બેટ્સમેન છે અને મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે.
આ પહેલા આઈપીએલની બે સીઝનમાં કોઈએ મોર્ગનને ખરીદ્યો ન હતો. તે સૌથી પહેલા 2010માં સામેલ થયો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.20 કરોડ રુપિયામં ખરીદ્યો હતો. જોક તેને ખાસ તક મળી ન હતી. આ સિઝન પછી તેને બહાર કરી દીધો હતો. આઈપીએલ 2011 પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે 3.50 કરોડ રુપિયામાં તેને પોતાની સાથે જોડ્યો હતો. તે 3 વર્ષ આ ટીમ સાથે રહ્યો હતો. આઈપીએલ-2014માં તે ઇંગ્લેન્ડની વન-ડે શ્રેણીના કારણે રમ્યો ન હતો.