મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલીફાય થનારી પહેલી ટીમ છે. કોરોના વાયરસના કારણે દુબઈમાં રમાઇ રહેલી આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે 13 મેચમાંથી 9 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. 18 પોઇન્ટ અને +1.296ના નેટ રનરેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર છે.

ટુર્નામેન્ટમાં મુંબઈના શાનદાર દેખાવ છતાં ટીમના માલિક અંબાણી પરિવારના એક પણ સભ્ય હજુ સુધી મેચમાં જોવા મળ્યા નથી. જેને લઈ સૌને આશ્ચર્ય થયું છે. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ રિલાયન્સ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચા મુજબ મુકેશ અંબાણી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે. લંડનમાં આ સર્જરી બાદ તેના વજનમાં 30 કિલો ઘટાડો પણ થયો છે. જો આ સમાચાર પબ્લિશ થયા હોત તો માર્કેટમાં ઉથલપાથલ મચી જાત. આ કારણે અંબાણી પરિવાર આઇપીએલમાં પણ જોવા મળ્યો નથી.



આ કારણે આજે રિલાયન્સના શેરમાં મોટો કડાકો બોલ્યો હતો અને રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા હતા. દિવસના અંતે રિલાયન્સનો શેર 8.62 ટકાના ઘટાડા સાથે 1877.30ની સપાટી પર બંધ રહ્યો હતો. 12 મે બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 20 જુલાઈ બાદજ પ્રથમ વખત કંપનીનો શેર તેના નીચલા સ્તર પર પહોંચ્યો છે.

રિલાયન્સના શેરમાં કેમ બોલ્યો મોટો કડાકો ? જાણો કેમ અચાનક થયો આટલો મોટો ઘટાડો

રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ