પીટરસને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે લખ્યું, મેં આઈપીએલ છોડી છે. કારણકે હું મારા બાળકો સાથે ઘરે રહેવા માંગુ છું. આ વર્ષ જરા વિચિત્ર રહ્યું છે, હવે તેઓ સ્કૂલે નથી જઈ રહ્યા. હું તેમની સાથે સમગ્ર દિવસ રહેવા માંગુ છું.
પીટસને આઈપીએલ 2020 પર પોતાના બ્લોગના માધ્યમથી વિચાર વ્યક્ત કરતાં લખ્યું, ફાસ્ટ બોલિંગને જોઈ ઘણો ખુશ છું. ખેલાડીઓ કેટલા દૂર સુધી બોલને મારી શકે છે તે જોવાની મજા આવે છે. બોલર્સ પણ શાનદાર દેખાવ કરી રહ્યા છે.
તેણે લખ્યું કે, આઈપીએલ ત્રિકોણીય જંગ થઈ શખકે છે. કારણકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સારો દેખાવ કરી રહી છે. પીટરસને તાજેતરમાં જ કોહલીના ફેંસલાની આલોચના કરી હતી.