IPL 2020 KKR vs MI: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે પાંચમો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાના નાઈટ રાઈડર્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80  રન તથા  સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી 4 ઓવરના સ્પેલમાં 1 મેડન નાંખી 32 રનમાં 2 વિકેટ લીધી હતી.


રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ

રોહિત શર્માએ તેની ઈનિંગ દરમિયાન આઈપીએલમાં 200 સિક્સ મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આઈપીએલમાં 326 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ પ્રથમ, 214 છગ્ગા સાથે એબી ડિવિલિયર્સ બીજા અને 212 છગ્ગા સાથે ધોની ત્રીજા ક્રમે છે. રોહિત લિસ્ટમાં ચોથા ક્રમે છે. આ ઉપરાંત તેણે કોઈપણ ટીમ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ નોધાવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેંટિસન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલવેન

સુનીલ નરેન, શુભમન ગિલ, નિતીશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, નિખિલ નાયક, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કુલદીપ યાદવ, શિવમ માવી, સંદીપ વારિયાર