નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ પહેલા કેજરીવાલે તેમના સંભવિત મંત્રીઓ સાથે ડિનર કર્યું અને આ દરમિયાન રાજધાનીના વિકાસના રોડમેપ પર ચર્ચા કરી હતી.
એક ડર છે કે......
મનીષ સિસોદિયાએ કહ્યું, આમ આદમીના જીવનની જે પણ સમસ્યાઓ છે તે આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા છે. શિક્ષા અને સ્વાસ્થ્ય ઉપરાંત પ્રદૂષણ માટે કામ કરીશું. દિલ્હીમાં પ્રદૂષણ ઘટે તે માટે કામ કરીશું. પાંચ વર્ષના કામના આધારે લોકોએ ભરોસો કર્યો છે. આગામી પાંચ વર્ષ પણ કામ કરવું છે. એક ડર પણ છે કે ક્યાંય અહંકર ન આવી જાય.
મોદી પર શું કર્યો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં સિસોદિયાએ કહ્યું, હિન્દુ મુસ્લિમ હોવા છતાં પણ જનતાએ કહ્યું અમારે કામ જોઈએ. સાત વર્ષ થઈ ગયા તેથી તેનો પણ અનુભવ છે. 190 કરોડનું પ્લેન અને 10 લાખના સૂટ કરતાં આ પૈસા જનતા પર ખર્ચ કરવામાં આવે તો સારું છે.
લોકો પાસે સાચો વિકલ્પ હોય તો ભરોસો કરે છે
શપથ ગ્રહણ પહેલા એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં સિસોદિયાએ કહ્યું, જેમણે ક્યારેય રાજનીતિ માટે વિચાર્યુ નહોતું તેમના માટે ત્રીજી વખત શપથ લેવા મોટી વાતછે. જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારે લોકોએ કહ્યું હતું કે, તમારે પણ ધર્મ-જાતિ વાળું રાજકારણ કરવું પડશે. પરંતુ ત્રીજી વખત મુખ્યમંત્રી બનવું એક સંદેશ છે કે લોકોએ ખોટી અફવા ફેલાવી હતી. લોકો પાસે સાચો વિકલ્પ હોય તો ભરોસો પણ કરે છે અને પ્રેમ પણ આપે છે.
મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત
IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જાણો કયારથી શરૂ થશે ટુર્નામેન્ટ
કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથ
મનીષ સિસોદિયાએ નામ લીધા વગર PM પર કર્યો પ્રહાર, કહ્યું- 10 લાખના સૂટ કરતાં તે રૂપિયા જનતા પર ખર્ચ થાય તો સારું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2020 09:55 AM (IST)
મનીષ સિસોદિયાએ કહ્યું, આમ આદમીના જીવનની જે પણ સમસ્યાઓ છે તે આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -