આઈપીએલ સીઝન 13ની 32મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
તસ્વીર- કેકેઆર ટ્વિટર
IPL : આઈપીએલ સીઝન 13ની 32મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકે પોતાની કેપ્ટનની જવાબદારી ઈયોન મોર્ગનને સોંપી દીધી છે. નાઈટ રાઈડર્સે એક નિવેદનમાં કહ્યું કે, “દિનેશ કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણકારી આપી છે કે, પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને ટીમના ઉદ્દેશ્યને પૂરું કરવા માટે તેમણે મોર્ગનને ટીમનું નેતૃત્વ સોંપ્યું છે.” દિનેશ કાર્તિક આઈપીએલના આ સીઝનમાં અત્યાર સુધી માત્ર એક જ મેચમાં અડધી સદી નોંધાવી છે. જો કે, કોલકાતા ટીમ અત્યાર સુધી સાતમાંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.