સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમીએ તાજેતરમાં જ પોતાનો Narzo 20 સીરીઝ અંતર્ગત ત્રણ સ્માર્ટફોન Realme Narzo 20, Realme Narzo 20A અને Narzo 20 Pro લોન્ચ કર્યા હતા. આ અઠવાડિયાની શરુઆતમાં Realme Narzo 20 ની પ્રથમ સેલ હતી. જેમાં Narzo 20 એ ખૂબ કમાણી કરી હતી.
કંપનીએ જણાવ્યું કે, Narzo 20ની પ્રથમ સેલમાં 1.30 લાખથી વધુ યૂનિટ્સ વેચાયા હતા. રિયલમી ઈન્ડિયાના સીઈઓ માધવ સેઠે કહ્યું કે, નાર્ઝો સીરીઝ દ્વારા કંપનીનું લક્ષ્ય 20 લાખ યૂઝર્સ સુધી પહોંચવાનું છે.
Realme Narzo 20 સ્પેસિફિકેશન્સ
Realmeનો આ ફોન MediaTek Helio G85 પ્રોસેસરથી લેસ છે. તેમાં 6.5 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 1600x720 પિક્સલ છે. ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત છે.