IPL 2020 MI vs SRH: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલે 2-2 વિકેટ લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત નબળી રહી હતી. 6 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. ડિકોકે 39 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા વડે 67 રન, સૂર્યકુમાર યાદવે 18 બોલમાં 6 ચોગ્ગા વડે 27 રન, ઈશાન કિશને 23 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 28 રન બનાવ્યા હતા. પોલાર્ડ 13 બોલમાં 3 છગ્ગા વડે 25 રન અને કૃણાલ પંડ્યા 4 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.



મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11:

રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11:

ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સિદ્ધાર્થ કોલ અને ટી નટરાજન