પંજાબના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલે 52 બોલમાં 63 રન, મયંક અગ્રવાલે 19 બોલમાં 26 રન, મંદીપ અગ્રવાલે 16 બોલમાં 27 રન, નિકોલસ પુરને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સવેલ 11 રને અને સરફરાઝ ખાન 14 રને નોટઆઉટ રહ્યા હતા.
ચેન્નાઈની પ્લેઈંગ 11:
શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા અને દિપક ચહર
પંજાબની પ્લેઈંગ 11:
લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, ક્રિસ જોર્ડન, હરપ્રીત બ્રાર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટરેલ