IPL 2020 RCB vs DC: દિલ્હીએ બેંગ્લોરને જીતવા આપ્યો 197 રનનો ટાર્ગેટ, સ્ટોયનિસના 26 બોલમાં અણનમ 53 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 09:18 PM (IST)
મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020 RCB vs DC: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 19મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી મોહમ્મદ સીરાજે 4 ઓવરમાં 34 રન આપી 2 વિકેટ લીધી હતી. DCના ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત દિલ્હી કેપિટલ્સના ઓપનરો ટીમને શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 6.4 ઓવરમાં 68 રનની પાર્ટનરશિપ કરી હતી. પૃથ્વી શૉએ 23 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 42 રન, શિખર ધવને 28 બોલમાં 32 રન, શ્રેયસ ઐયરે 13 બોલમાં 11 રન, પંતે 25 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 37 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 26 બોલમાં 53 રન અને હેટમાયર 7 બોલમાં 11 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. DCની પ્લેઇંગ ઇલેવન પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોયનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, એનરિચ નોર્ટજે RCBની પ્લેઇંગ ઇલેવન દેવદત્ત પડીક્કલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, મોઈન અલી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઈસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ