IPL 2020 KKR vs KXIP: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 24મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી શમી, રવિ બિશ્નોઈ તથા અર્શદીપ સિંહને 1-1 વિકેટ મળી હતી.

કોલકાતાની નબળી શરૂઆત

ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી કોલકાતાની શરૂઆત નબળી રહી હતી. 14 રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણાની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ઈયોન મોર્ગન અને શુબમન ગિલે બાજી સંભાળી હતી. મોર્ગને 23 બોલમાં 24 રન બનાવ્યા હતા. શુબમન ગિલ 47 બોલમાં 5 ચોગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન દિનેશ કાર્તિકે 29 બોલમાં 58 રન બનાવ્યા હતા.



કોલકાતાની પ્લેઈંગ 11:

રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી

પંજાબની પ્લેઈંગ 11:

લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, સિમરન સિંહ, ગ્લેન મેક્સવેલ, મુજિબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ