દુબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. ચેન્નઇએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઇ તરફથી ક્વિન્ટન ડિકોક અને રોહિત શર્માએ ઇનિંગની શરૂઆત કરી જ્યારે ચેન્નઇ તરફથી બોલિંગની શરૂઆત ઝડપી બોલર દીપક ચહરે કરી હતી. ચહરે પોતાની પ્રથમ બોલ ફેંકતા જ તેણે અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વાસ્તવમાં ચહર હવે આઇપીએલમાં પ્રથમ એવો બોલર બની ગયો છે જે સતત ત્રણ ટુનામેન્ટમાં પ્રથમ બોલ ફેંક્યો છે. આ અગાઉ ચહરે આઇપીએલ 2018માં મુંબઇ વિરુદ્ધ સીઝનની પ્રથમ બોલ ફેંકી હતી. જ્યારે આઇપીએલ 2019માં બેંગ્લોર સામે સીઝનની પ્રથમ બોલ ફેંકી હતી. ચહરે આઇપીએલ કરિયરમાં 35 મેચમાં 33 વિકેટ ઝડપી છે.