નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા પોતાનો નવો સ્માર્ટફોન Moto E7 Plus ભારતમાં 23 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે. આ પહેલા ગત અઠવાડિયામાં જ આ ફોન બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.


હાલમાં ફ્લિપકાર્ટ બેનરમાં આ અપકમિંગ સ્માર્ટફોનના કોઈ સ્પેસિફિકેશન્સની જાણકારી આપવામાં આવી નથી પરંતુ, બ્રાઝીલમાં પહેલા જ લોન્ચ થવાના કારણે તમામ સ્પેસિફિકેશન્સ સામે આવી ચૂક્યા છે.

Moto E7 Plusની ભારતમાં શું કિંમત હશે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ કંપનીએ આ અઠવાડિયાની શરુઆતમાં જણાવ્યું હતું કે, યૂરોપમાં તેની કિંમત EUR 149 (13,000ર રૂપિયા)હશે. ભારતમાં પણ આ કિંમતની આસપાસ હોઈ શકે છે.આ ફોનને બે કલર ઓપ્શન -નેવી બ્લૂ અને બ્રોન્ઝ અંબરમાં લોન્ચ કરવામાં આવશે.

Moto E7 Pluના સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર ચાલશે અને તેમાં વોટરડ્રોપ નૉચ સાથે 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 4GB સુધી રેમ , ઈન્ટરનલ 64GB અને Adreno 610 GPU સાથે ઓક્ટા કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેર આપવામાં આવશે.

ફોટોગ્રાફી માટે રિયરમાં 48MP અને 2MPના બે કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 8MPનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.