ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટીમના એરપોર્ટ પહોંચવાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે IPL ની 13મી સીઝનનો આયોદન 19 સપ્ટેમ્બર 2020 થી 10 નવેમ્બર 2020 સુધી UAE માં થશે. ક્રિકેટના ફેન્સ આઈપીએલ શરૂ થવાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલનું આયોજન પહેલા 29 માર્ચથી થવાનું હતું પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તેને ટાળવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે તમામ ટીમોએ યૂએઈ પહોંચ્યા બાદ બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે અને આ દરમિયાન 6 દિવસની અંદર તમામ ખેલાડીઓ અને સ્ટાફનો 3 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ બાયો સિક્યોર બબલમાં તેમને જવાની અને ટ્રેનિંગ શરૂ કરવા દેવાશે.