IPL 2020: ડિસેમ્બરમાં આ તારીખે કોલકત્તામાં થશે ખેલાડીઓની હરાજી, જાણો વિગત
abpasmita.in | 06 Nov 2019 06:10 PM (IST)
આઈપીએલનું આયોજન દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવે છે. ત્યારે કોલકત્તામાં પહેલીવાર આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.
નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી આપીએલ સીઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે કોલકત્તામાં કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલે એક મીટિંગમાં આ નિર્ણય લીધો છે. આઈપીએલનું આયોજન દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવે છે. ત્યારે કોલકત્તામાં પહેલીવાર આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. ઉલ્લેખનયી છે કે કોલકત્તા શાહરુખ ખાન અને તેમની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સનું હોમ ગ્રાઉન્ડ છે. ફ્રેન્ચાઈજીએ આઈપીએલ સીઝન 2019 માટે 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે આઈપીએલ સીઝન 2020 માટે 85 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. દરેક ફ્રેન્ચાઈજી પાસે ત્રણ કરોડ રૂપિયા પણ બેલેન્સ તરીકે રહેશે જે તેમને ગત હરાજીમાં આપવામાં આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ પાસે આ દરમિયાન સૌથી વધુ 8.2 કરોડ રૂપિયાનું બેલેન્સ છે જ્યારે રાજસ્થાન રૉયલ્સ પાસે 7.15 કરોડ રૂપિયા અને કોલકત્તા નાઈટ રાઇડર્સ પાસે 6.05 કરોડ રૂપિયા બેલેન્સ છે.