રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવ્યા હતા. બેંગલોર માટે કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધું 50 રન બનાવ્યા હતા. ડિવિલિયર્સે 39 અને પડિક્કલે 22 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે સેમ કરને 3, દિપક ચહરે 2 અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ ઝડપી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગલોરે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. ઇસુરુ ઉદાનાની જગ્યાએ મોઇન અલીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા હતા.