નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર એટલે કે આરસીબીએ આઈપીએલ 2020ની હજારીમાં પહેલા મોટા પાયે ટીમમાં છટણી કરી છે. આરસીબીએ ટીમમાંથી 12 ખેલાડીએ રિલીઝ કર્યા છે. તેમાં ડેલ સ્ટેન, શિમરોન હેટમાયર અને ટિમ સાઉદી જેવા મોટા ખેલાડીના નામ પણ સામેલ છે. આરસીબી દ્વારા કરવામાં આવેલ છટણી બાદ હવે ટીમ પાસે માત્ર એબી ડીવિલયર્સ અને મોઈન અલી જ બે વિદેશી ખેલાડીઓ બચ્યા છે.



આરસીબીની ટીમમાંથી અક્ષદીપ નાથ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ડેલ સ્ટેન, હેનરિચ ક્લાસે, હિમ્મત સિંહ, કુલવંત ખેજડોલિયા, માર્ક્સ સ્ટોઈનિસ, મિલિંદ કુમાર, નાથન કુલ્ટર નાઈલ, પ્રયાસ રે બર્મન, શિમરોન હેટમેયર અને ટિમ સાઉદીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ ખેલાડીઓને બહાર કરતાં આરસીબી પાસે 12 ઘરેલું અને 6 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે.

આરસીબી પાસે આ બદલાવ બાદ 27.90 કરોડ રૂપિયાનું કોર્પસ છે. ટીમે વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલને ટીમમાં યથાવત રાખ્યા છે. ફાસ્ટ બોલક ઉમેશ યાદવ અને નવદીપ સૈનીની જોડી પણ તેમની પાસે છે.