IPL 2020 RR vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ચોથો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે.  રાજસ્થાન રોયલ્સ આઈપીએલમાં પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતર્યુ છે, જ્યારે ચેન્નાઈ મુંબઈ સામેની પ્રથમ મેચ જીતી ચુક્યું છે.


રાજસ્થાન સામેની મેચમાં ચેન્નાઈને એક મોટો ફટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જીતનો હીરો રહેલો અંબાતી રાયડૂ આ મેચમાં નથી રમી રહ્યો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ વખતે જણાવ્યું કે, રાયડૂ પૂરી રીતે ફિટ નથી.  આ કારણે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો.

રાયડૂ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે 48 બોલાં 71 રનની ઈનિંગ રમી હતી. ફાફ ડુ પ્લેસિસ સાથે ભાગીદારીના કારણે ચેન્નાઈએ મુંબઈને પાંચ વિકેટથી હાર આપી હતી. રાયડૂના સ્થાને ઋતુરાજ ગાયકવાડને મોકો આપવામાં આવ્યો છે. ગાયકવાડની આ આઈપીએલ ડેબ્યૂ છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા.