નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ત્રીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. દેવદત્ત પડ્ડીકલે 42 બોલમાં 56 રન અને ડીવિલિયર્સે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજન, અભિષેક શર્મા, વિજય શંકરને 1-1 વિકેટ મળી હતી.

ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટની 90 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પૂરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. પડ્ડીકલે 42 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. . આરસીબી તરફથી ક્રિસ ગેઇલે 2011માં ડેબ્યૂ મેચમાં કોલકાતા સામે અણનમ 102 રન, 2011માં ડિવિલિયર્સે અણનમ 54, 2014માં યુવરાજ સિંહે અણનમ 52 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત તેણે ડેબ્યૂ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. 2018માં મહારાષ્ટ્ર સામે ફર્સ્ટ કલાસ ડેબ્યૂમાં 7 અને 77 રન, 2019મા લિસ્ટ એ મેચમાં ઝારખંડ સામે 58 રન, 2019માં ટી-20માં ઉત્તરાખંડ સામે અણનમ 53 રન અને 2020 આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 56 રનની ઇનિંગ રમી હતી.

બંને ટીમોની સીઝનમાં પ્રથમ મેચ હોવાથી જીત સાથે શરૂઆત કરવા માંગશે. બંને ટીમોમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંયોજન છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી.નટરાજન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમઃ એરોન ફિંચ, દેવદત્ત પડ્ડીકલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ,  જોશ ફિલીપી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ

કોહલીની ટીમના આ ખેલાડીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, ડિવિલિયર્સ-યુવરાજની કરી બરોબરી