અમરેલીઃ અમરેલી જિલ્લામાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ, મુંબઈ સહિત દેશભરમાંથી માદરે વતન આવેલા લોકોના કારણે હવે અહીં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમરેલીના જાણીતા ડોક્ટર અને ભાજપ નેતા ડો. ભરત કાનાબારને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.


ડો. કાનાબારે આ અંગે ટ્વિટ કરીને કહ્યું, કોરોનાના લક્ષણો દેખાતા મેં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે ગઈ કાલે સાંજે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે અને હું મારે ઘેર જ આઇસોલેટ થઇ ગયો છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ બધા પોતાની જાતે ક્વોરેન્ટાઇન થઇ જાય અને લક્ષણો દેખાય તો પોતાની તપાસ કરાવી લે તેવી વિનંતી છે.



મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિત્તે ડો. કાનાબારે અમરેલીમાં અનેક જગ્યાએ માસ્કનું વિતરણ કર્યુ હતું. આ દરમિયાન તેમને ક્યાંકથી ચેપ લાગ્યો હોઈ શકે છે. ડો. ભરત કાનાબારના પ્રધાનમંત્રી મોદી પણ ટ્વિટર પર ફોલો કરે છે.

ડો. કાનાબાર બાદ અમરેલીના જાણીતા તબીબ ડો.જી.જે.ગજેરા પણ આજે કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતાં બે ડોક્ટરનો આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 5 ડોક્ટરોના કોરોના પોઝિટિવ આવ્યા છે.

અમરેલીમાં રવિવાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 652 પર પહોંચી છે અને 19 લોકોના મોત થયા છે. જિલ્લામાં કુલ 421 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 212 લોકો સારવાર હેઠળ છે.

સંજય દત્ત હોસ્પિટલમાંથી થયો ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફને લઈ થયો હતો દાખલ

ઝારખંડમાં સલૂન માલિકોએ કેમ કર્યુ વિરોધ પ્રદર્શન ? જાણો શું છે મામલો

મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત