નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે નવી જર્સી લૉન્ચ કરી દીધી છે. સીએસકેએ પોતાની નવી જર્સીમાં સેનાને સન્માન આપતા તેનો કેમોફ્લેઝ પણ જોડ્યો છે. ચેન્નાઇ સુપરકિંગ્સને પોતાની કેપ્ટનશીપમાં ત્રણ વાર ચેમ્પિયન બનાવનારા એમએસ ધોનીએ ટીમની નવી જર્સી લૉન્ચ કરી. ફ્રેન્ચાઇઝીએ આનો વીડિયો પોતાનો સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પૉસ્ટ કર્યો છે. 


ચેન્નાઇ સુપર કિંગ્સની નવી જર્સીમાં પીળા રંગની સાથે સાથે ઇન્ડિયન આર્મીના કેમોફ્લેઝ પણ જોડવામાં આવ્યા છે. જર્સીમાં ખભા પર કેમોફ્લેઝ રંગને જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે સીએસકેએ આઇપીએલની પહેલી સિઝન બાદ હવે પોતાની જર્સીમાં ફેરફાર કર્યો છે. 
  
ચેન્નાઇ સુપર કિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે, ટીમે 2008માં પહેલી સિઝન બાદથી પોતાની જર્સીને ફરીથી ડિઝાઇન કરી છે. સીએસકેના સીઇઓ કેએસ વિશ્વનાથને કહ્યું- સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ અને નિસ્વાર્થ ભૂમિકા વિશે જાગૃતતા વધારવાની રીતને શોધવા માટે થોડાક સમય પહેલાથી આ જ અમારા દિમાગમાં હતુ. 



ઉલ્લેખનીય છે કે ચેન્નાઇ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં આઇપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. આ ઉપરાંત ટીમ અત્યાર સુધી 10 વાર પ્લેઓફમાં જ્યારે આઠ વાર તેને ફાઇનલમાં જગ્યા બનાવી છે. 



9મી એપ્રિલથી શરૂ થશે આઇપીએલ 2021
આઇપીએલની 14મી સિઝનનુ આયોજન 9મી એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે દેશમાં જ થવાનુ છે. આઇપીએલ 2021ની પહેલી મેચ 9મી એપ્રિલે ચેન્નાઇમાં હાલની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30થી શરૂ થશે. ખાસ વાત છે કે આ વખતે આઇપીએલની ફાઇનલ મેચ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમમાં દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. જો આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સફરની વાત કરીએ તો, સીએસકે પોતાની પ્રથમ મેચ 10મી એપ્રિલથી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમશે. બન્ને ટીમો વચ્ચે આ મેચ મુંબઇમાં રમાશે.