Smartphones Under 20K: દેશમાં સ્માર્ટફોન યૂઝર્સ (Smartphone Users)ની સંખ્યા સતત વધી રહી છે. લોકો એવા સ્માર્ટફોન લેવાનું પસંદ કરી રહ્યા છે જેમાં વધારે રેમ અને સારા ફિચર્સ હોય. આજે તમને કંઈક એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં 8GB રેમ મળી રહી છે. શાનદાર ફિચર્સ સાથે આવાતા આ સ્માર્ટફોનની કિંમત 20000 રુપિયાથી ઓછી છે. ખાસ વાત એ પણ છે કે આમા કેટલાક 5G સ્માર્ટફોન (5G Smartphone) પણ સામેલ છે, જે થોડા મહિનાઓ પહેલા જ લોન્ચ થયા છે.
Realme 8 5G
રિયલમીનો આ સ્માર્ટફોન દેશના સૌથી સસ્તા 5G સ્માર્ટફોનમાં આવે છે. આ ફોનમાં તમને 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફિચર્સ છે. આ સ્માર્ટફોનમાં તમને 6.5 ઈંચની ડિસ્પ્લે પણ મળે છે, કેમેરા સેટઅપ, 5000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત આશરે 14000 રુપિયા છે.
Oppo F17 Pro
સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો સતત શાનદાર સ્માર્ટફોન રજૂ કરી બજારમાં પોતાની પકડ વધારે મજબૂત કરી રહી છે. ઓપ્પો F17 Pro ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવે છે. તેમાં 6.43 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, મીડિયાટેક હેલિઓ P95 પ્રોસેસર, 4 કેમેરાનું રિયર સેટઅપ, ડબલ ફ્રન્ટ કેમેરા, અને 4015 mAh ની મોટી બેટરી છે. ઓપ્પોના સ્માર્ટફોનની કિંમત આશરે 18,000 રુપિયા છે.
Infinix Zero 8i
ઈનફિનિક્સ 8GB રેમવાળા સ્માર્ટફોનની કેટેગરીમાં ખૂબ જ શાનદાર ફોન છે. ઈનફિનિક્સ Zero 8i સ્માર્ટફોનમાં 6.85 ઈંચની ડિસ્પ્લે, 8GB રેમ, 128GB સ્ટોરેજ, મીડિયાટેક હેલિઓ G90T પ્રોસેસર, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, ડુઅલ ફ્રંટ કેમેરા છે. આ સિવાય ફોનમાં 4500 mAh ની બેટરી છે. ઈનફિનિક્સના સ્માર્ટફોનની કિંમત આશરે 16,000 રુપિયા છે.
Vivo Y51 2020
વીવોનો આ સ્માર્ટફોન શાનદાર ફિચર્સ સાથે આવે છે. આ ફોનમાં તમને 8GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનમાં 6.58 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. સ્નેપડ્રેગન 665 પ્રોસેસર, ત્રણ કેમેરા રિયર સેટઅપ, 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને 5000 mAh બેટરી મળી રહી છે. વીવોના આ સ્માર્ટફોનની કિંમત આશરે 18,000 રુપિયા છે.