IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગના 14મી સીઝન IPL 2021 માટે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)એ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી દીધી. ફ્રેન્ચાજીના કેપ્ટન કેએલ રાહુલ અને ક્રિસ ગેલ સહિત કુલ 15 ખેલાડીઓને રિટન કર્યા છે. જ્યારે ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન કરનારા સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સમેલને રિલીઝ કરી દીધો છે. જો કે, કિંગ્સ ઈલેવન પંજાબે પાંચ વર્ષમાં પહેલીવાર કોચને રિટેન કર્યા છે.


IPL 2021 માટે કિંગ્સ ઈલેવન પંજાબે લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પુરન, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, મંદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસિમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાજ ખાન, અર્શદીપ સિંહ, મુર્ગન અશ્વિન, ઈશાન પોરલ અને હરપ્રીત સિંહને રિટેન કર્યા છે.



જ્યારે આગામી સિઝન માટે પંજાબે મેક્સવેલ સિવાય વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલને પણ રિલીઝ કરી દીધો છે. પંજાબે ગૌમત, મુજીબ ઉર રહેમાન, જિમી નીશમ, હાર્ડ્સ વિલોઝેન અને કરુણ નાયરને પણ રિલીઝ કરી દીધો છે.

રિપોર્ટ અનુસાર, આઈપીએલ 2021ની હરાજીનું આયોજન 16 ફેબ્રુઆરીએ થઈ શકે છે. જો કે, તમામ ટીમો પાસે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરવાનો પાવર પણ રહેશે. તેની મદદથી ફ્રેન્ચાઈજી પોતાના ખેલાડીઓને હરાજીમાં પરત પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.