IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન એપ્રિલ-મે મહિનામાં રમાવાની છે. ત્યારે આગામી સીઝનમાં સુરેશ રૈના ફરી ચેન્નઈ સુપરકિંગ્સની ટીમમાં વાપસી કરતો નજર આવશે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રૈનાને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગત સીઝનમાં અંગત કારણોસર રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ધોની અને રૈના બન્ને આઈપીએલ 2021માં ભાગ લેશે. આ બન્ને દિગ્ગજોને ફ્રેન્ચાઈજીએ રિટેન કરી લીધા છે. જ્યારે ડ્વેન બ્રાવો, ફાક ડૂ પ્લેસિસ અને સેમ કર્રનને પમ રિટેન કરવામાં આવ્યા છે. જ્યારે કેદાર જાધવ, પીયુષ ચાવલા અને મુરલી વિજયને ટીમ રિલીઝ કરી દેશે. જ્યારે શેન વૉટસન પહેલાથી જ સન્યાસ લઈ ચૂક્યા છે. હરભજનસિંહ પણ ટીમમાંથી બહાર થઈ ગયો છે. હરભજને ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી

એબીપી ન્યૂઝના સૂત્રો અનુસાર રાજસ્થાન રોયલ્સ પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથને આઈપીએલ 2021ની હરાજી પહેલા રિલીઝ કરી શકે છે. સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર શિવમ દુબે અને ક્રિસ મોરિસને રિલીઝ કરી શકે છે, જ્યારે પાર્થિવ પટેલ પહેલા જ સંન્યાસ લઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ આઈપીએલ 2021 રમનારા તમામ ટીમો પાસેથી રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓની યાદી માંગી છે.