મુંબઇઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની હરાજી થઇ તો છેલ્લુ નામ મહામ બેટ્સમેન સચિન તેંદુલકરના દીકરા અર્જૂન તેંદુલકરનુ હતુ. પહેલીવાર આઇપીએલ ઓક્શનમાં સામેલ થયેલા અર્જૂન તેંદુલકરને મુંબઇ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે અર્જૂનને તેના પિતા સચિનના કારણે ટીમમાં જગ્યા મળી છે. લોકો કહે છે કે અર્જૂનના પિતા મેટૉરશિપમાં આઇપીએલ ડેબ્યૂ કરશે, પરંતુ હવે છોટે તેંદુલકરની કેરિયર શરૂ થતાં પહેલા જ અટકી પડી છે. પરંતુ હવે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર ઇજાના કારણે આઇપીએલ 2021માંથી બહાર થવુ પડ્યુ છે. અર્જુનના સ્થાને મુંબઇ ઇન્ડિયન્સે ઝડપી બોલર સિમરજીત સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સિમરજીતની વાત કરીએ તો સિમરજીત સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે.
મુંબઇ ઇન્ડિયન્સે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે મુંબઇ ઇન્ડિયન્સે પોતાની આઇપીએલ 2021ની બાકી સીઝન માટે ઇજાગ્રસ્ત અર્જુન તેંડુલકરના સ્થાન પર સિમરજીત સિંહને સામેલ કર્યો હતો. સિમરજીત સિંહે આઇપીએલ દિશા નિર્દેશો અનુસાર ક્વોરેન્ટાઇન સમય પુરો કરીને ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે અર્જુન તેંડુલકરને મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2021ની હરાજીમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 21 વર્ષીય આ ખેલાડી પર તમામની નજર હતી પરંતુ તે આ સીઝનમાં આઇપીએલમાં એક પણ મેચ રમી શક્યો નથી. અર્જુને આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુને એમઆઇજી ક્રિકેટ ક્લબ તરફથી રમતા 31 બોલ પર અણનમ 77 રન બનાવ્યા હતા. આ સાથે જ અર્જુને ત્રણ વિકેટ ઝડપી હતી.