નવી દિલ્હીઃ IPL 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.

આઈપીએલ 2021માં કુલ 60 મેચોનું આયોજન થશે. આ પૈકી ક્વોલિફાયર 1, એલીમીનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ એમ ચાર મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 9 એપ્રિલે ચેન્નઈમાં પ્રથમ મુકાબલો રમાશે અને તે સાથે જ ટુર્નામેન્ટની શરૂઆત થશે.

આ ટૂર્નામેન્ટનું આયોજન આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે.


દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ અહીં ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.

લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.