મુંબઈ ઈન્ડિયન્સે પોલાર્ડને 5.40 કરોડમાં ખરીદ્યો, જાણો ટીમમાં કોને કેટલી મળી કિંમત?
જસપ્રીત બુમરાહને 7 કરોડ ખરીદ્યો છે. ટ્વેન્ટી-૨૦ના રેન્કિંગમાં એક સમયે ટોચનો ક્રમ મેળવી ચૂકેલા ગત સીઝનમાં ૧૬ મેચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. ગત સીઝનમાં ગુજરાત લાયન્સ સામેની મેચમાં બુમરાહે સુપર ઓવરમાં મેજિકલ પર્ફોમન્સ સાથે ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહિત શર્માની આગેવાનીમાં ત્રણ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને 15 કરોડમાં રીટેન કર્યો છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 11 કરોડમાં રિટેન કર્યો છે. હાર્દિક પંડ્યા મેચ વિનર બોલર માનવામાં આવે છે. ગત આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડયા: વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ મુંબઈની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
કૃણાલ પંડ્યા આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરી 8.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગત સીઝનમાં તેણે મુંબઈ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઈપીએલની 11મી સીઝનમાં પણ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઈ તરફથી રમશે.
બાંગ્લાદેશના મુસ્તાફિજૂર રહેમાનને મુંબઈ ઈન્ડિયન્સે 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેની બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. પોતાની ડેબ્યુ વન-ડે અને ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ જીતનાર તે દુનિયાનો એકમાત્ર બોલર છે. આઈપીએલ સીઝન 9માં રહેમાન સનરાઈજર્સ હૈદરાબાદ સાથે પણ રમી ચુક્યો છે.
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન-11 માટે હરાજીનો આજે બીજો દીવસ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેની ટીમમાં અનેક ફેરફાર કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને ખરીદ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કિરોન પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સે 5.40 કરોડમાં ખરીદ્યો છે. પોલાર્ડે આઈપીએલ કરિયર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે શરૂ કર્યું હતું. આઈપીએલમાં પોલાર્ડનું પ્રદર્શન ખૂબજ શાનદાર રહ્યું છે. પોલાર્ડે આઈપીએલમાં 123 મેચો રમી છે અને 56 વિકેટ પણ ઝડપી છે.
ઓસ્ટ્રેલીયાનો ફાસ્ટ બોલર પૈટ કમિંસને 5.40 કરોડ ખરીદ્યો છે.
બેટ્સમેન નીતિશ રાણાને 3.4 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ નીતિશ રાણા કોલકત્તા નાઈટ રાઈટડર્સ સાથે રમી ચુક્યો છે.
ઈશાન કિશન બેટ્સમેન અને વિકેટકીપર છે. જેને 6.2 કરોડમાં ખરીદ્યો છે. ઈશાન ગુજરાત લાયન્સ ટીમ સાથે રમી ચુક્યો છે.
બેટ્સમેન સુર્યકુમાર યાદવને 3.20 કરોડમાં ખરીદ્યો છે. યાદવ આઈપીએલમાં કેકેઆરનો વાઈસ કેપ્ટન પણ રહી ચુક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -