IPL ઓક્શન: વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેનને લાગ્યો જેકપોટ, જાણો કઈ ટીમે કેટલા કરોડમાં ખરીદ્યો
હેટમાયરે ભારત સામે રમાયેલી વન ડે અને ટી20 શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. જે બાદ ઘણા વિવેચકોએ તેને આઈપીએલમાં વધારે રકમ મળવાની આશંકા વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયપુરઃ આઈપીએલ 2019ની આજે જયપુરમાં ચાલી રહી છે. જેમાં યુવા ખેલાડીઓને લોટરી લાગી છે. વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન હેટમાયરને પણ જેકપોટ લાગ્યો છે. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતાં કેરેબિયન બેટ્સમેન હેટમાયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 4.20 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
જયપુરમાં ચાલી રહેલી હરાજીમાં આઇપીએલ ઓક્ઝન માટે કુલ 346 ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું. આ વખતની આઇપીએલમાં સૌથી વધુ ભારતમાંથી 226 ખેલાડીઓ સામેલ થયા છે. સાઉથ આફ્રિકાના 26, ઓસ્ટ્રેલિયાના 23, વેસ્ટઇન્ડિઝના 18, ઇંગ્લેન્ડના 18, ન્યૂઝીલેન્ડના 13, અફઘાનિસ્તાનના 8, શ્રીલંકાના 7, બાંગ્લાદેશના 2, ઝિમ્બાબ્વે 2, યુએસએ 1ના ખેલાડીઓ નસીબ અજમાવશે.
હેટમાયરે 16 વન ડેમાં 3 સદી અને 2 અડધી સદીની મદદથી 729 રન બનાવ્યા છે. જ્યારે 2 ટી20માં તે 7 રન બનાવી શક્યો છે. 28 ફર્સ્ટક્લાસમેચમાં તેણે 1 સદીની મદદથી 1520 રન બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -