અવસર નાકિયા હજુ રહે છે નળિયાવાળા ઘરમાં, ટ્યુબલાઈટ પણ દોરીથી બાંધેલી છે, કોઈ ફર્નિચર નથી..........
કુંવરજી બાવળીયાના શિષ્ય રહી ચૂક્યા હોવાને કારણે અવસર નાકિયા તેમના તમામ રાજકીય દાવપેચને સારી રીતે જાણે છે. બાવળીયાએ ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ તેમની પક્ષપલટું તરીકેની છાપ ઉભી થઇ છે. અને આ કારણે લોકોમાં તેમના પ્રત્યે ભારોભાર રોષની લાગણી છે. જ્યારે અવસર નાકિયા 20 વર્ષથી એક જ પક્ષમાં હોવાથી વફાદાર નેતા તરીકેની છાપ ધરાવે છે. એટલું જ નહીં કોળી જ્ઞાતિના હોવાની સાથે બાવળીયાની જેમ જ અવસર નાકિયાનું પણ સમાજમાં સારૂ વર્ચસ્વ છે. સાદગી સાથે વફાદારી પણ ગુરુને ભારે પડી શકે તો નવાઇ નહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાકિયાના કહેવા મુજબ બાવળીયાને સિટીમાં જ રહેતા. તેના માટે ગામડે ગામડે હુ પ્રચાર કરતો તેના કરતા ગામડાઓમાં વધુ મને ઓળખે.ચેલા પાસે ગુરુ ચાવી છે તે સિટી સિવાય પણ ગામડાઓમા પ્રચાર કરી રહ્યાં છે કંઇ રીતે પ્રચાર કરવો ક્યા ગામમા કોંગ્રેસને કેટલા મત મળશે તેનુ ગણિત સાત ચોપડી ભણેલા નાકિયાને બરોબર મોઢે છે. અવસર ભાઇ કહે છે, કુંવરજીભાઇને હુ જીતાવતો તે પત્નીને પણ સારી રીતે જાણે છે.
તેમના ઘરમાં દિવાલ પર લોખંડની ખુરશી ટીંગાડેલી છે. ટ્યુબ લાઇટ દોરીથી બાંધેલી છે. નથી કોઇ રાચ રચીલુ નથી ફળિયામા નથી કોઇ કાર.છકડો રીક્ષા ખુણામા પડી છે.ઘરમા આજે પણ નળિયા જ છે. વીંછીયાના આસલપુર ગામે નાકિયાના ઘરમાં પ્રવેશતા જ તેની સાદગી આખે ઉડીને વળગે છે.
જસદણ: જસદણનો જંગ ભાજપ-કોંગ્રેસ માટે નાકની લડાઈ બન્યો છે. કોંગ્રેસે અવસર નાકિયાને તો ભાજપે કોંગ્રેસનો પંજો છોડી કેસરિયો ધારણ કરી કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાને ટિકિટ આપી છે. જસદણમાં કોંગ્રેસના ઉમેદવાદ અવસર નાકિયા આજે પણ સાદગી ભર્યું જીવન જીવે છે.
ગુરુ બાવળીયા પ્રતિષ્ઠા પર ચૂંટણી લડી રહ્યાં છે તો નાકિયા સાદગી પર બન્ને કોળી ઉમેદવાર તો છે જ પરંતુ ચેલા નાકિયાની સાદગી ગુરુની પ્રતિષ્ઠા પર ભારે પડે તો નવાઇ નહી. અવસર નાકિયા છેલ્લા 20 વર્ષથી વધુ કુંવરજી ભાઇ સાથે જ રાજકરાણમા છે. કુંવરજી પાંચ ટર્મ કોંગ્રેસમા ચૂંટાતા આવતા હતા ત્યારે નાકિયા ગામે ગામ પ્રચાર કરતા હતા.
જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે મેદાનમાં ઉતરેલા 47 વર્ષીય અવસર નાકિયાનો જન્મ 4 જુલાઈ 1972 ના રોજ વીંછીયાના આસલપુર ગામે થયો હતો. અવસર નાકિયાને ચાર ભાઈઓ છે. વર્ષ 1995માં તેમના લગ્ન ગીતાબેન સાથે લગ્ન થયા હતા. જેમના થકી તેમને 5 પુત્રીઓ અને એક પુત્ર સહિત કુલ 6 સંતાન છે.અવસર નાકિયાની ઘરે કોઇ સોફા કે ખુરશી પણ નથી કોઇ પણ ઘરે મળવા જાય તો જમીન પર પલાઠી મારી બેસી જાય,પત્ની ગીતા બેન એક બે ચોપડી ભણેલા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -