નવી દિલ્હીઃ આઈપીએલ 2020 માટે 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં હરાજી યોજાઈ હતી. હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ આ આઈપીએલ હરાજીમાં 42.70 કરોડ રપિયાની સૌથી વધારે રકમ સાથે સામલે થયું હતું. છેલ્લા ઘણાં વર્ષોથી આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની છે. 2018માં માલતી ચહર હોય કે પછી આરસીબીની ફેન દીપિકા ઘોષ. આવર્ષે પણ એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની છે.


ગુરુવારે આઈપીએલ 2019ની હરાજી દરમિયાન સનરાઈઝર્સ હૈદ્રાબાદના મેન્ટર વીવીએસ લક્ષ્મણ, મુથૈયા મુરલીધન અને કોચ ટ્રેવર બેલિસની બાજુમાં એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. જેના પર કેમેરો વારંવાર જતો હતો. SRHને પોતાની પ્રથમ ખરીદી કરવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો, પરંતુ ત્યાં સુધી મિસ્ટ્રી ગર્લ સોશિય મીડિયા પર છવાઈ ગઈ હતી.



ઑક્શનમાં હૈદરાબાદ માટે બોલી લગાવનાર ખૂબસૂરત યુવતીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કલાનિધિ મારનની દિકરી છે. કલાનિધિ સન ટેલીવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા હાલ પોતાના પિતાનો બિઝનેસ સંભાળી રહી છે. કાવ્યા તે ક્રિકેટ ફેન્સમાંથી એક છે, જે દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળે છે.

આઇપીએલ 2020ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોઇપણ મોટા ખેલાડી પર દાવ નથી લગાવ્યો. ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં એકવારની આઇપીએલ વિજેતા રહેલી હૈદરાબાદની ટીમ કેન વિલિયમસનની કેપ્ટન્સીમાં ખિતાબ જીતવા માટે આ વખતે મેદાન પર ઉતરશે.



સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલની હરાજીમાં બે વિદેશી સહિત કુલ સાત ખેલાડી ખરીદ્યા. વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, સંદીપ બાવંકા, ફેબિએલ એલેન, અબ્દુલ સમદ અને સંજય યાદવને હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કર્યા. સનરાઇઝર્સના ખાતામાં હજુ પણ 10 કરોડ 10 લાખ બચ્યા છે.