કોલકત્તા: ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) 2020 માટે કોલકત્તામાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં ઑસ્ટ્રેલિયાના ઘાતક બોલર પેટ કમિંસ આઈપીએલ-13ના ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનાર વિદેશી ખેલાડી બની ગયો છે. પેટ કમિંસ પર હરાજી દરમિયાન ખૂબ પૈસા વરસાવ્યા હતા. કમિંસને લઈને દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. જેને બાદમાં કોલકત્તા નાઈટ રાઈડરસે ખરીદી લીધો હતો.


કોલકત્તાએ પેટ કમિંસને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંખો વિદેશી ખેલાડી બની ગયો છે.


આ મામલે તેણે ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોકને પાછળ પાડી દીધો છે. આ પહેલા બેન સ્ટોક 14.50 કરોડ રૂપિયામાં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટસે ખરીદ્યો હતો. પેટ કમિંસની બેઝ પ્રાઈઝ બે કરોડ રાખવામાં આવી હતી.

જો કે, કમિંસ યુવરાજ સિંહને પાછળ છોડવામાં સફળ થઈ શક્યો નથી. યુવરજા સિંહને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.