IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે તૈયારીઓ તડામારા ચાલી રહી છે. IPL 2021ની હરાજીનું આયોજન 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થવાનું છે. રિપોર્ટ અનુસાર બપોરે ત્રણ વાગ્યાથી ઓક્શન શરુ થશે.

IPL 2021ના ઓક્શન માટે આ કુલ 1097 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમાંથી 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડી સામેલ છે. જેની જાણકારી આઈપીએલ દ્વારા ટ્વિટર પર આપવામાં આવી છે.



હરાજી માટે જે 283 વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં સૌથી વધુ વેસ્ટઈન્ડિઝના 56 ખેલાડી છે. તેના બાદ ઓસ્ટ્રેલિયાના 42, દક્ષિણ આફ્રિકાના 38, શ્રીલંકાના 31, ન્યૂઝિલેન્ડના 29, ઈંગ્લેન્ડના 21, યૂએઈના 9, નેપાળના 9, સ્કોટલેન્ડના 7, બાંગ્લાદેશના 5 અને આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, યૂએસએ અને નીધરલેન્ડના 2-2 ખેલાડીઓએ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.