મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે આજે ગુરૂવારે બપારે પછી હરાજી શરુ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો 16.25 કરોડમાં વેચાયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14.25 કરોડમાં ખરીદ્યો છે. તેની સાથે ભારતના કેટલાક યુવા ક્રિકેટરો પર પણ સૌની નજર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા સ્થાનિક ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી ઉંચા ભાવે ખરીદી શકે છે ને તેમાં એક શાહરૂખ ખાન છે. શાહરૂખ ખાનને ધોનીની ટીમ ખરીદી શકે છે.
શાહરૂખ ખાન તમિલનાડુનો ખેલાડી છે. ભારતમાં સ્થાનિક ટીમો વચ્ચે રમાતી ટી 20 સેમ્પિયનશીપ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 ફાઇનલમાં 7 બોલમાં 18 રન ફટકારી પ્રકાશમાં આવેલો શાહરૂખ તોફાની બેટ્સમેન તરીકે જાણીતો છે.
આ પહેલાં શાહરૂખે તમિલનાડુની ટીમને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવામાં પણ મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં હિમાચલ પ્રદેશ સામે ફક્ત 19 બોલમાં 40 રન ફટકારી તમિલનાડુને વિજય અપાવ્યો હતો. શાહરૂખ સ્વાભાવિક રીતે ચેન્નાઈ સુપરકિંગ્સની નજરમાં હશે, કારણ કે ગયા વર્ષે ટીનું પર્ફોર્મન્સ નબળું હતું.
IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 05:36 PM (IST)
ટી 20 સેમ્પિયનશીપ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 ફાઇનલમાં 7 બોલમાં 18 રન ફટકારી પ્રકાશમાં આવેલો શાહરૂખ તોફાની બેટ્સમેન તરીકે જાણીતો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -