IPLની છેલ્લી સિઝનમાં સાવ માથે પડેલો આ ખેલાડી 14 કરોડમાં વેચાયો, જાણો કોણે ખરીદ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં શરૂ થઈ ગઈ છે. હરાજીમાં કુલ 291 ખેલાડીઓની કિસ્મત દાવ પર છે.

Continues below advertisement
IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં શરૂ થઈ ગઈ છે. હરાજીમાં કુલ 291 ખેલાડીઓની કિસ્મત દાવ પર છે. હરાજીમાં હાજર રહેનારા ખેલાડીઓમાંથી 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે. ત્યારે આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલ ગઈ સિઝનમાં કઈ કમાલ કરી શક્યો નહોતો અને ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. મેક્સવેલને ખરીદવા માટે ચેન્નઈ સુપર કિંગ્સે ઘણા પ્રયાસ કર્યા પરંતુ પૈસાની કમીના કારણે તે આ ખેલાડીને ખરીદી શક્યા નથી.
IPL Auction 2021: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith Sold for 2.2 Crore) ને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સ્મિથ પહેલા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.
હરાજીમાં કેદાર જાધવ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ સહિત 9 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ છે. 1.5 કરોડના બેઝ પ્રાઈસવાળા 12 ખેલાડીઓ આજની હરાજીમાં ભાગ લઈ રહ્યાં છે. 11 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ રૂપિયા છે. હરાજીમાં વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાથી 35, ન્યુઝીલેન્ડના 20, વેસ્ટ ઇન્ડીઝના 19, ઇંગ્લેન્ડના 17, દક્ષિણ આફ્રિકાના 14, શ્રીલંકાના 9, અફઘાનિસ્તાનના 7 લોકોનો સમાવેશ છે. આ ઉપરાંત નેપાળ, યુએઈ અને યુએસએના એક-એક ખેલાડી પણ આજની હરાજીમાં ભાગ લઈ રહ્યાં છે.
Continues below advertisement
Sponsored Links by Taboola