કાઈલ જેમિસનની બેઝ પ્રાઈઝ 75 લાખ હતી. તેને લેવા માટે શરુઆતમાં પંજાબ અને બેંગ્લોરની ફ્રેન્ચાઈજીયો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો અને છેવટે તેને રોયલ ચેલેન્જર્સ બંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.
પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચાર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષીય આ બોલરે અત્યાર સુધી આઈપીએલમાં ભાગ લીધો નથી. રિચર્ડર્સનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. જો કે, રિચર્ડર્સને બિગ બેશ લીગ 2021 (BBL 2021)માં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, 16.31ની એવરેજથી તેણે 29 વિકેટ ઝડપી હતી.