IPL હરાજીઃ ઓસ્ટ્રેલિયા સામેની જીતના હીરો પૂજારાની બેઝ પ્રાઈસ છે કેટલી, કોણ ખરીદી શકે છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2018 10:51 AM (IST)
1
2
નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલા ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી જીતનો હીરો બનેલો ચેતેશ્વર પુજારા પણ આઇપીએલમાં નસીબ અજમાવશે. આગામી 18 ડિસેમ્બરે જયપુરમાં હરજી થવાની છે.
3
50 લાખની બેઝ પ્રાઇઝના લિસ્ટમાં પુજારા ઉપરાંત મનોજ તિવારી, હનુમા વિહારી, ગુરુકિરત સિંઘ અને મોહિત શર્મા સામેલ છે.
4
જયપુરની ઓક્શનમાં કુલ 346 ખેલાડીઓની બોલી લાગશે જેમાં ભારતના સૌથી વધુ 226 ખેલાડીઓ સામેલ થયા છે. આમાં એક નામ એડિલેડ જીતના હીરો ચેતેશ્વર પુજારાનું પણ છે. આ વખતની હરાજીમાં પુજારાની બેઝ પ્રાઇઝ 50 લાખ રાખવામાં આવી છે.
5
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું.