આ 20 વર્ષની યુવતી પોતાના ફિગરથી છે પરેશાન, બ્રેસ્ટ નાના કરાવવા લોકો પાસે માગ્યા પૈસા
નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે લોકોને બ્રેન્સ ઇમ્પાલન્ટ કરાવતા સાંભળ્યા હસે પરંતુ સ્કોટલેન્ડની રહેવાસી 20 વર્ષની જૈસ્મિક વ્લાસી પોતાની બોડીથી એટલી પરેશાન થઈ ગઈ છે કે તેણે હવે સોશિયલ મીડિયા પર લોકો પાસે મદદ માગવાનુ શરૂ કર્યું છે. જૈસ્મિકે જણાવ્યું કે, તે પોતાના બ્રેસ્ટને લઈને પરેશાન છે અને બ્રેસ્ટ રિડક્શન કરાવવા માગે છે. તેના અનુસાર બ્રેસ્ટનો આકાર તેના માટે ચિંતાનો વિષય બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કોટલેન્ડના સાઉથ લેનાર્કશેરની રહેવાસી જેસ્મિન એલેક્ઝાન્ડ્રા વેલ્સી પોતાના વધુ પડતા મોટા બ્રેસ્ટના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. બ્રેસ્ટની મોટી સાઇઝના કારણે તેને કમરમાં પણ સતત દુખાવો રહે છે તો બ્રેસ્ટમાં પણ ઘણીવાર દુખાવો થાય છે.
આ ઉપરાંત જેસ્મિન કહે છે કે, ‘મારા બ્રેસ્ટની સાઇઝના કારણે જાહેરમાં પણ ઘણીવાર લોકો મારા પર ભદ્દી કોમેન્ટ કરે છે. જે એક અલગ મુશ્કેલી છે. ત્યારે હવે હું ફાઇનલી મારા બ્રેસ્ટની સાઇઝ નાની કરવા માગુ છું પરંતુ તેના માટે જોઈતા 7000 પાઉન્ડ મારી પાસે નથી.’
જસ્મિને આ ઓપરેશનના પૈસા ભેગા કરવા માટે પોતાની બચતના એક હજાર પાઉન્ડ જોડીને અન્ય જરુરી ફંડે ભેગુ કરવા માટે ‘GoFundMe’ નામે એક ઓનલાઇન ફંડ પેજ બનાવ્યું છે. જેમાં તે લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહી છે. આ પેજમાં જસ્મિન લખે છે કે, ‘હું હમેશાથી આવું પેજ બનાવતા અને લોકોને આ વાત જાહેરમાં કરતા ગભરાતી હતી પરંતુ મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો’
ફંડ ભેગુ કરવા માટે પોતાની અપીલમાં જેસ્મિન કહે છે કે, ‘લોકો કોઈપણ પ્રકારે મને મદદ કરી શકે તો તે ખૂબ આભારી રહેશે. હું એવું નથી કહેતી કે તમે મને મોટી રકમ આપો તમારાથી બની શકે તેટલી નાનકડી મદદ પણ મહત્વની સાબિત થશે.’
જેસ્મિન ક્રોનિક રિકરેન્ટ મલ્ટિફોકલ ઓસ્ટિઓમીલિટિસ નામની હાડકાની બિમારીથી પણ પીડાય છે જેના કરાણે તેના બ્રેસ્ટમાં અનેકવાર અસહ્ય દુખાવો ઉપડે છે. જેસ્મિન જણાવે છે કે, ‘ઓવર સાઇઝ બ્રેસ્ટના કારણે તેને શ્વાસ લેવામાં, હલનચલન કરવામાં અને કપડા પહેરવામાં પણ તકલીફ પડે છે.’
અંતે તે કહે છે કે, ‘મને ખ્યાલ છે કે આ ઓપરેશનથી મારી લાઇફની એક ગ્રેટ વસ્તુ હું ગુમાવી દઈશ પરંતુ આ એટલ જરુરી પણ છે. હવે હું મારા બોડીમાં વધુ કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે વધુ રોકાઈ શકું તેમ નથી. મોટા બ્રેસ્ટ મને સતત અન્કમ્ફર્ટ ફીલ કરાવે છે.’
તે કહે છે કે, ‘ઓપરેશની પ્રોસિજર શરુ કરવા માટે જરુરી 1000 પાઉન્ડ તો હું જમા કરી શકીશ અને તેનાથી થોડા બીજા વધુ રુપિયા પણ મળી જાય પરંતુ તે ઉપરાંત નાનામાં નાની રકમ પણ મને ઓપરેશનના કુલ ખર્ચના ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદરુપ બનશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -