પર્થઃ વ્યક્તિગત કારણોસરથી આઇપીએલ (IPL 2021) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સે (Rajasthan Royals) છોડીને સ્વદેશ પરત ફરી ચૂકેલા ઓસ્ટ્રલિયાના ફાસ્ટ બૉલર એન્ડ્ર્યૂ ટાયે (Andrew Tye) એ વાત પર દુઃખ વ્યક્ત કર્યુ છે, જ્યાં એકબાજુ ભારતમાં દર્દીઓ હૉસ્પીટલમાં પાયાની ચિકિત્સા સુવિધાઓના અભાવે દમ તોડી રહ્યાં છે, તો વળી બીજીબાજુ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ (IPL Franchise) પૈસાની રેલમછેલ કરી રહી છે. 


એન્ડ્ર્યૂ ટાયે (Andrew Tye) કહ્યું- એક ખેલાડી તરીકે અમે સુરક્ષિત છીએ, પરંતુ શું આગળ પણ સુરક્ષિત રહેવાનુ છે?, તેને આગળ કહ્યું- આ કંપનીઓ અને ફ્રેન્ચાઇઝીઓ એટલા બધા પૈસા ખર્ચી રહી છે, જ્યારે લોકો અસુવિધાઓના કારણે હૉસ્પીટલમાં ભરતી પણ નથી થઇ રહ્યાં. લોકો તરફડિયા મારીને મરી રહ્યાં છે. 


એન્ડ્ર્યૂ ટાયે કહ્યું- જો આ રમતથી લોકોના જીવનમાં તણાવ દુર થાય છે તો તેમને એ વાતની આશા આપે છે કે દુનિયામાં બધુ બરાબર છે, અને ઉંડી સુરંગમાં પણ પ્રકાશ છે, તો હું સમજુ છું કે આઇપીએલ ચાલ રહે, પરંતુ જાણુ છું કે બધા એક સરખા નથી. તેને કહ્યું કે, આઇપીએલ પર તે તમામ વિચારોનુ સન્માન કરે છે. ઉલ્લેખનીય છે કે એન્ડ્ર્યૂ ટાય આ મહિને જ લગ્ન કર્યા છે, અને તે ઇચ્છે છે કે તે સુરક્ષિત પોતાના ઘરે પહોંચી જાય. 




ભારતમાં કોરોનાની છે ખતરનાક સ્થિતિ....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 73 લાખ 13 હજાર 613


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382


કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658


કુલ મોત - 1 લાખ 95 હજાર 123


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.