નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની (IPL 2021) 29મી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પંજાબ કિંગ્સને (PBKS) સાત વિકેટથી માત આપી, આ જીત સાથે જ દિલ્હીની ટીમ પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) ટૉપ પર પહોંચી ગઇ છે. દિલ્હીની આ જીતથી કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ખુબ ખુશ છે. પરંતુ ખાસ વાત છે કે આગામી સમયમાં પંતે કેટલીક વસ્તુઓને અજમાવવાની વાત કહી છે, એટલે કહી શકાય છે કે આગળની મેચોમાં ઋષભ પંતની (DC Captain Rishabh Pant) ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.


મેચ બાદ પંતે (DC Captain) કહ્યું- શિખર ધવન (Shikhar Dhawan) અને પૃથ્વી શૉએ (Prithvi Shaw) અમને સારી શરૂઆત અપાવી છે, પહેલી ઇનિંગમાં બૉલ ગ્રીપ હોય છે, અને બીજી ઇનિંગમાં પણ આ ધીમી હતી, પરંતુ જે રીતે બન્નેએ શરૂઆત કરી તે પ્રસંશનીય છે. જ્યારે તમારી દરેક મેચમાં શાનદાર શરૂઆત થાય તો સારુ લાગ છે. મોટાભાગની વસ્તુઓ બાજુ પર હટી જાય છે, પરંતુ અમારે કોલકત્તા મેચ દરમિયાન કેટલીક વસ્તુઓ અજમાવવાની જરૂર છે. 


બધાનુ રમવુ મુશ્કેલ- કેપ્ટન પંત
પંતે આગળ કહ્યું- કમ્પીટીશન બહુ સારી છે. અમારી પાસે બંદૂકની ગતિનુ બૉલિંગ આક્રમણ છે, અને તમામનુ રમવુ મુશ્કેલ છે. હું કેપ્ટનશીપનો આનંદ લઇ રહ્યો છું. દરેક દિવસે દરેક શીખી રહ્યું છે. દરેક મારી મદદ કરી રહ્યું છે. 


દિલ્હી તરફથી શિખર ધવને રમી ધમાકેદાર ઇનિંગ....
દિલ્હી તરફથી શિખર ધવને 69 રનોની અણનમ ઇનિંગ રમી, શિખરે કહ્યું કે તે સ્કૉરનો પીછો કરવાની રીતથી ખુશ હતો, અને તેને કહ્યું તે નેટ રનરેટને ધ્યાનમાં રાખીને મેચને બહુ જલ્દી ખતમ કરવા માંગે છે, તેનાથી હું ખુશ છું. પૃથ્વી અને મે શાનદાર શરૂઆત કરી. સ્મિથે સારી બેટિંગ કરી અને મને ખબર હતી કે મારે અંત સુધી જવાનુ છે. ઇનિંગને તૈયાર કરવામાં આ માટે મે સમય લીધો. જ્યારે અમને ખબર પડી ગઇ કે મેચને સમાપ્ત કરવાની છે, તો અમે 19 ઓવરની આસપાસ ખતમ કરવા માંગતા હતા. પરંતુ હેયમાયરે 18 ઓવરમાં જ આને સમાપ્ત કરી દીધી. તે જે રીતે સ્ટ્રાઇક કરી રહ્યો છે, અદભૂત છે. સ્ટ્રાઇક રેટ અને રન બન્ને મહત્વપૂર્ણ છે.