IPL-10: ખરાખરીના મુકાબલા માટે કઇ ચાર ટીમો વચ્ચે જંગ?કોની વચ્ચે ક્યારે મેચ, જાણો વિગતો
ક્વોલિફાયર-2મેચમાં 19 મેના રોજ બેંગલુરુમાં રમાશે. આ મેચમાં જીતનારી ટીમ 21 મેના રોજ હૈદરાબાદમાં રમાનારી ફાઇનલમાં પ્રથમ ક્વોલિફાયર મેચની વિજેતા ટીમ સામે રમશે. આ ફાઇનલ જીતનારી ટીમ આઇપીએલની નવી ચેમ્પિયન ટીમ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજા સ્થાને રહેલી હૈદરાબાદ અને ચોથા સ્થાને કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમ વચ્ચે 17 મેના રોજ એલિમેટર મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ ટીમમાં હારનારી ટીમ બહાર ફેંકાઇ જશે જ્યારે વિજય મેળવનારી ટીમ પ્રથમ ક્વોલિફાયર મેચમાં હારનારી ટીમ સામે રમશે. આ મેચ ક્વોલિફાયર-2 મેચ ગણાશે.
આ મેચમાં જે ટીમ વિજય મેળવશે તે ટીમ સીધી 21 મેના રોજ રમાનારી ફાઇનલમાં પહોંચી જશે જ્યારે હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવા બીજી તક મળશે. આ ટીમ ક્વોલિફાયર – 2માં રમશે.
આઇપીએલ પોઇન્ટ ટેબલમાં મુંબઇ ઇન્ડિયન્સ 14 મેચમાં 10 વિજય સાથે 20 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાન પર છે. પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પૂણેની ટીમ છે. ત્રીજા સ્થાને હૈદરાબાદ અને ચોથા સ્થાને કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમ છે. પ્લે ઓફમાં 16 મેના રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને પૂણે વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે.
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ સામે પૂણેનો નવ વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે પૂણે સુપરજાયન્ટ્સ પ્લે ઓફમાં પ્રવેશી ગઇ છે. આ સાથે ઇન્ડિયન પ્રિમિયર લીગની પ્લે ઓફ માટેની ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. જેમાં કોલકત્તા, પૂણે, હૈદરાબાદ અને મુંબઇનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -