કિંગ્સ ઈલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ પહેલા બેટિંગ માટે ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 174 રન કર્યા હતા. પંજાબ તરફથી ક્રિસ ગેઇલ 50 રન બનાવીને આઉટ થયો. ગેઇલે પોતાની ઇનિંગ્સમાં 2 છગ્ગા માર્યા. આ પહેલા મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ-11નો 34મો મુકાબલો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મુંબઈએ ટોસ જીતી લીધો છે અને પંજાબ વિરુદ્ધ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. આ કિંગ્સ ઈલેવન પંજાબનું ઘરેલુ મેદાન છે. આઈપીએલમાં સૌથી નબળી ગણાતી પંજાબે આ વખતે 7માંથી 5 મેચ જીતીને સૌને ચોંકાવી દીધા છે. તેની પાસે ક્રિસ ગેઈલ જેવા તોફાની બેટ્સમેન છે. વર્તમાન આઈપીએલમાં મુંબઈનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું છે.
મુંબઈની ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નિચલા સ્થાન પર છે. બીજી તરફ પંજાબ આ સીઝનમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. પંજાબ 7માંથી 5 મેચ જીતી ત્રીજા સ્થાન પર છે.