કોરોનાથી ડરી ગયેલા IPLના કયા વિદેશી ખેલાડીએ પોતાના બોર્ડ પાસે સ્પેશ્યલ ચાર્ટર પ્લેનની માંગ કરી, શું કરી ભલામણ, જાણો વિગતે

મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમી રહેલા ક્રિસ લિને (Chris Lynn) કહ્યું- મે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લખ્યું છે કે તે દરેક ખેલાડીઓના કૉન્ટ્રાક્ટમાંથી 10 ટકા પૈસા કમાય છે. અમારી પાસે મોકો છે કે આ વર્ષે આ પૈસાનો ઉપયોગ કરે, અને એકવાર આ ટૂર્નામેન્ટ ખતમ થઇ જાય તો ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવે. 

Continues below advertisement

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનમાં રમી રહેલા કેટલાય વિદેશી ખેલાડીઓ (Foreign Cricketers) માનસિક રીતે ભારતમાં કોરોનાના (India Covid-19) પ્રકોપથી ડરી ગયા છે. કેટલાય ખેલાડીઓએ IPLને અધવચ્ચેથી છોડવાનો ફેંસલો કર્યો છે, તો કેટલાક અગાઉથી જ નીકળી ગયા છે. આમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ (Australia cricketers) વધુ છે. આ બધાની વચ્ચે કોરોનાના (CoronaVirus) ભયથી મુંબઇ ઇન્ડિયન્સનો સ્ટાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ક્રિસ લિન (Chris Lynn) ડરી ગયો છે, તેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે માંગ કરી છે કે તેમના ખેલાડીઓને લેવા માટે ચાર્ટર પ્લેન (Charter Flight) મોકલો.

Continues below advertisement

મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમી રહેલા ક્રિસ લિને (Chris Lynn) કહ્યું- મે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લખ્યું છે કે તે દરેક ખેલાડીઓના કૉન્ટ્રાક્ટમાંથી 10 ટકા પૈસા કમાય છે. અમારી પાસે મોકો છે કે આ વર્ષે આ પૈસાનો ઉપયોગ કરે, અને એકવાર આ ટૂર્નામેન્ટ ખતમ થઇ જાય તો ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવે. 

મને ખબર છે કે લોકો એવા પણ છે જે અમારાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે, પરંતુ અમારુ બબલ સ્ટ્રૉન્ગ છે, અને આગામી અઠવાડિયે આશા રાખીએ છીએ કે અમને વેક્સિન પણ આપવામાં આવે. આ પછી અમે આશા રાખીએ કે સરકાર અમારા બધાને પાછા જવા માટે પોતાનુ પ્રાઇવેટ ચાર્ટર પ્લેન મોકલે. 

અમે કોઇ રીતે આઇપીએલ નાની કરવાની વાત નથી કરી રહ્યાં, કેમકે આ ખતરાની પહેલાથી બધાને ખબર હતી, અને જોખમોને ધ્યાનમાં રાખીને જ અમે કરાર કર્યો હતો. મારુ કહેવુ છે કે ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ અમારા બધાને ઘરે જવાની વ્યવસ્થા કરી દેવામાં આવે તો વધુ સારુ રહેશે.

ક્રિસ લિને કહ્યું કે, તે બબલમાં ખુદને ખુબ સુરક્ષિત અનુભવી રહ્યો છે, અને હાલ તો આનાથી નીકળવાનો કોઇ વિચાર નથી. તેને કહ્યું એ તો બધા જાણે છે કે ભારત હાલ એકદમ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, આ ટૂર્નામેન્ટ રમીને અમે કેટલાક લોકોના ચહેરા પર તો મુસ્કાન લાવી રહ્યાં છીએ.

Continues below advertisement
Sponsored Links by Taboola