IPL RECORD: ત્રણ વર્ષ બાદ તુટેલા પોતાના જ રેકોર્ડને આ ખેલાડીએ માત્ર ત્રણ દિવસની અંદર ફરી પોતાના નામે કર્યો
આ મેચમાં આંદ્રે રસેલ 88 રનોની આક્રમક ઇનિંગ સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહી, પોતાની આ ઇનિંગમાં રસેલે એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધ છે જે તેની પાસેથી આંચકી લેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણ આંદ્રે રસેલ પાસેથી છીનવેલો આ રેકોર્ડ તેને માત્ર 3 દિવસની અંદર જ ફરીથી પોતાના નામે કરી લીધો, તેને ગઇકાલની મેચમાં 7માં નંબર પર રમતા 36 બૉલમાં 88 રનોની ઇનિંગ રમી હતી. આમ આંદ્રે રસેલ પોતાનો તુટેલો રેકોર્ડ ફરીથી પોતાના નામે કરી લીધો હતો.
ખરેખર, વર્ષ 2015માં પંજાબ વિરુદ્ધ 7માં કે તેનાથી નીચેના ક્રમમાં બેટિંગ કરતાં ખેલાડીનો સૌથી વધુ 66 રનોનો રેકોર્ડ આંદ્રે રસેલના નામે હતો.
જોકે, તેના જ દેશના ડ્વેન બ્રાવોએ 3 વર્ષ જુના આ રેકોર્ડને આઇપીએલ સિઝન 11ની પહેલી મેચમાં મુંબિ સામે તોડી દીધો હતો. તેને ગયા શનિવારે 68 રનોની મેચ-જીતાઉ ઇનિંગ રમી પોતાની ટીમને જીત અપાવી હતી અને આ રેકોર્ડને પોતાના નામે કરી લીધો હતો.
આ મેચમાં આંદ્રે રસેલની 36 બૉલમાં 11 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી રમેલી 88 રનોની ઇનિંગ પણ કોલકત્તાને મેચ હારતા ના બચાવી શકી.
નવી દિલ્હીઃ ગઇકાલે ચેન્નાઇમાં રમાયેલી કોલકત્તા અને ચેન્નાઇ વચ્ચેની મેચમાં જાડેજાએ છગ્ગો ફટકારી ચેન્નાઇની ટીમને જીત અપાવી હતી. પહેલા બેટિંગ કરતા કોલકાત્તાએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યાં હતાં. કોલકાત્તાએ ચેન્નાઈને 203 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો જેને ચેન્નાઈએ 5 વિકેટ 19.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -